આ દુનિયાની કેવી કરુણા, અંતર એક દવા બની |
અંતર એક દવા બની.
ફળિયું કે શેરી કોઈ નજર નહીં આવતું,
પોતાની જાતને કેદ કરવાની યાત્રા.
દુનિયા મૌન અને લાચાર છે,
અને ક્યાંક હોબાળો પણ છે.
પક્ષીઓ ઝાડને પૂછતાં થઈ ગયા,
ગામના, શહેરના માણસો કેમ દેખાતા નથી ?
દેશોને પોતાના પરમાણુ પર ગર્વ હતો,
આજે એક નાનકડા જીવજંતુ પર લાચાર બની ગયા છે.
ભગવાન, તમે માણસથી ક્રોધિત છો,
નહીં તો મંદિરોના દરવાજા બંધ નહીં થાય.
એક આકાશથી સંદેશો મળ્યો છે,
કોઈ વ્યક્તિ આસું વહાવે છે ત્યારે તમે રડ્યા છો.
હવે તો માફ કરી દો તમારા બાળકને,
દરેક કહે છે કે તમારી ઈચ્છા વિના પાંદડું પણ ફરકતું નથી.
લેખક ,
કલ્પેશ આર ડામોર (મહીસાગર)
damor.kalpesh6@gmail.com
No comments:
Post a Comment